આતંકી ગતિવિધિઓમાં સંકળાયેલા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટે મોદી સરકાર સુધારણા યુએપીએ બિલ લઈને આવી છે શુક્રવારે ચર્ચા પછી આ બિલ રાજ્યસભામાં પાસ થઈ ગયું છે ચર્ચા દરમિયાન કોંગ્રેસ સહિત વિપક્ષી ધારાસભ્યોએ સુધારણાનો વિરોધ કર્યો હતો દિગ્વિજય સિંહે ભાજપ પર આતંકવાદ સાથે સમજૂતી કરવાનો આરોપ લગાવ્યો હતો ગૃહમંત્રી અમિત શાહે તેમને જવાબ આપતા કહ્યું હતું કે, દિગ્વિજય સિંહ કહી રહ્યા છે કે, મને જ આતંકી જાહેર કરી દો હું તેમને વિશ્વાસ અપાવું છું કે, કઈ નહીં કરો તો કઈ નહીં થાય