ઘણા એવા બાળકો પણ હોય છે જેમને શાળાએ જવાનું નામ સાંભળીને જ તાવ આવી જાય, જો કે આંધ્રપ્રદેશમાં એક લંગૂરે આજકાલ તેની રોજ શાળાએ જવાની ઘેલછાએ લોકોમાં પણ આકર્ષણ જમાવ્યું છે કુર્નુલના વેંગાલામપલ્લીની સરકારી શાળામાં છેલ્લા કેટલાય દિવસોથી આ લંગૂર શાળા શરૂ થવાના સમયે પહોંચીને જ્યાં સુધી શાળા પૂરી ના થાય ત્યાં સુધી ક્લાસરૂમમાં જ રહે છે શરૂઆતમાં આ લંગૂરને પોતાના ક્લાસમાં જોઈને ડરી ગયેલા વિદ્યાર્થીઓ પણ થોડા જ દિવસમાં તેના સહાધ્યાયી થઈ ગયા હતા લક્ષ્મી નામની આ લંગૂર સમયસર શાળાએ જઈને એક આજ્ઞાકારી વિદ્યાર્થિનીની જેમ જ વર્તન કરે છે વચ્ચે સમય મળતાં જ અન્યવિદ્યાર્થીઓ સાથે મસ્તી કરવાનું પણ તે ચૂકતી નથી કોઈ વિદ્યાર્થિનીની માથું ખંજવાળી આપે તો કોઈનો હાથ પકડીને લખવાની પ્રેક્ટિસ પણ કરાવવામાં માહિર થઈ ગઈ છે શાળાના બાળકો સાથે ક્લાસમાં હળીમળીને રહેનાર આ લંગૂર પણ કોઈ નુકસાન નહીં કરે તેવો વિશ્વાસ આવતાં જ હવે તેની હાજરી પણ કોઈને તકલીફદાયક નીવડતી નથી