ભુજઃ માંડવી પોલીસ મથકમાં ફરાદી ગામના તલાટી મંત્રીને બોલાવી ખનીજ ચોરીમાં અને પવન ચક્કીના કામમાં કેટલા રૂપિયા મળે છે તેમ પુછતાં પોલીસ કર્મચારીઓ અને તલાટી મંત્રી વચ્ચે ઝપાઝપી થઇ હતી જેમાં તલાટી મંત્રીને માથાના ભાગે લોકઅપનો સળિયો વાગતાં હોસ્પિટલમાં ખસેડાયો હતો પોલીસ મથકમાં બનેલા ઝપાઝપીના દ્રશ્યોનો વીડિયો વાઈરલ થતાં ચકચાર મચી જવા પામી છે બનાવ સંદર્ભે માંડવીના પાંચોટીયા ગામના અને ફરાદી ગામના તલાટી મંત્રી પુનશી ગઢવીએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, બનાવ શુક્રવારે બપોરના અરસામાં બન્યો હતો