પાલનપુર: યાત્રાધામ અંબાજીમાં ગત માર્ચ માસમાં ચૂંટણી પૂર્વે પોલીસે આંતકવાદની એક મોકડ્રીલ કરી હતી કાશ્મીરની સ્થિતિને પગલે હાલ કેટલાક શખ્સો દ્વારા મોબાઇલમાં હાલના સમયે સોશિયલ મીડિયામાં વાઈરલ કરાતા પોલીસ દ્વિધામાં મૂકાઇ છે એક તરફ દેશમાં આંતકવાદ નો ડોળો છે ને બીજી તરફ અંબાજીમાં ટૂંક જ સમયમાં યોજાનાર ભાદરવી પૂનમનો મેળો છે જેમાં લાખોની સંખ્યામાં પદયાત્રીઓ અંબાજી આવતા હોય છે ત્યારે આવા સમયે અગાઉ થયેલી મોકડ્રીલને સાચો આંતકવાદી હુમલો થયો હોય તેવા સમાચારો વાઈરલ કરવામાં આવ્યા હતા જેને લઇ પોલીસ હરકતમાં આવી છે અને આ મોકડ્રીલ ને કોઈ સાચો આંતકવાદી હુમલો ન સમજવા વિનંતી કરી છે