સુરતઃ તાજેતરમાં એક વીડિયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે જેમાં એક યુવતીને સીધી દોડવાના બદલે ઉંધી દોડતી દર્શાવવામાં આવી છે વીડિયોમાં જે પ્રકારે યુવતી દ્વારા વર્તન કરવામાં આવી રહ્યું છે, તેના જેતા આસપાસના લોકો ભય સાથે આશ્ચર્યમાં મુકાઈ ગયા છે યુવતીના અંગમાં જાણે કે ભૂતપ્રેત ભરાય ગયુ હોય તેમ યુવતી ઉંધી દોડે છે અને ભયભીત કરી મુકે તેવા અવાજો કાઢે છે આ વાઈરલ વીડિયો સુરતના અડાજણનો હોવાનું અનુમાન છે