રાજકોટ:રાજકોટમાં ચાલતા ગોલ્ડન સર્કસમાં પશુ-પક્ષીઓનો ઉપયોગ થતો હોય જીવદયાપ્રેમીઓમાં રોષ જોવા મળ્યો હતો આથી અધિક કલેક્ટરે દરોડા પાડી ઘટનાસ્થળે તપાસ હાથ ધરી હતી સર્કસમાં હાથીઓ, સસલા, પોપટનો ઉપયોગ થતો હોવાનું બહાર આવ્યું હતું પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે બધા પ્રાણીઓનું મેડિકલ ચેકઅપ કરવામાં આવશે પોપટની પાંખ કાપી હોય તેવી પણ ચર્ચા થઇ રહી છે આથી તેની પણ તપાસ થશે હાલ કલેક્ટર તંત્ર દ્વારા સર્કસ બંધ કરાવ્યું છે