આણંદ: સોજીત્રા ગામ પાસેથી પસાર થતી મહી નદીની મુખ્ય કેનાલમાં ત્રંબોવાડ પાસે ગઈકાલ સાંજના મોટું ગાબડું પડી જતાં હજારો ગેલન પાણી સીમ વિસ્તાર રોડ અને પરાં વિસ્તારમાં ઘુસી જતાં લોકો ભયભીત થઈ ગયા છે તેમાં પણ જો વરસાદની આગાહી વચ્ચે જો આ વિસ્તારમાં 4 થી 5 ઈંચ વરસાદ થાય તો ત્રંબોવાડ સહિત આસપાસના વિસ્તાર પર મોટી આફત આવે તેવી સંભાવના છે તેને લઈને સમગ્ર વિસ્તારમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે સોજીત્રામાં પણ પાણી ઘુસવાની સંભાવનાને લઈ તાલુકા વહિવટી તંત્ર દ્વારા તાકીદના પગલાં લેવામાં આવી રહ્યા છે તેની સાથે સાથે મહી સિંચાઈની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી છે