વડોદરાઃ પાદરા તાલુકાના સાદરા ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં ગાબડું પડતા 70 વિઘા જમીનમાં પાણી ફરી વળ્યા હતા જેથી 30થી વધુ ખેતરોમાં ઉભા પાકને નુકસાન થતાં ખેડૂતો ચિંતામાં મૂકાઇ ગયા છે અને ખેડૂતોએ સરકાર સમક્ષ યોગ્ય વળતરની માંગ કરી છે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના સાદરા ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં રાત્રે 3 વાગ્યે ગાબડું પડ્યું હતું જેથી ખેડૂતો તુરંત ખેતરમાં પહોંચી ગયા હતા અને કેનાલમાં પાણી બંધ કરવા માટે નર્મદા કેનાલના અધિકારીઓને વિનંતી કરી હતી પરંતુ પાણી બંધ ન કરવામાં આવતા ખેડૂતો આક્રોશ વ્યક્ત કર્યો હતો અને ખેતરોમાં ઘૂંટણ સમા પાણી ભરાઇ જતા ઉભા પાકને નુકસાન થયું હતું જોકે સ્થળ પર પહોંચેલા અધિકારીએ પોતાની જવાબદારીમાંથી છટકીને કોન્ટ્રાક્ટર્સ પર જવાબદારી નાખવાના પ્રયત્નો કર્યાં હતા