વડોદરાઃ વડોદરા શહેરમાં ગત સપ્તાહે થયેલા ભારે વરસાદ અને વિશ્વામિત્રી નદીમાં આવેલા પૂરમાં મધ્યમ વર્ગને પણ ભારે નુકશાન થયું છે જેથી મધ્યમ વર્ગના લોકોને પણ કેશ ડોલ ચૂકવવાની માંગ સાથે કોંગ્રેસ કાર્યકરો દ્વારા ન્યુ સમા વિસ્તારમાં મુખ્યમંત્રીનું પૂતળા દહન કરવામાં આવ્યું હતું પોલીસે કોંગ્રેસ ત્રણ કાર્યકરની અટકાયત કરીને કાર્યવાહી હાથ ધરી હતી