CWC બેઠક પૂર્ણ, સોનિયા ગાંધીએ કહ્યું- હું અને રાહુલ અધ્યક્ષ પદ માટે ચર્ચા-વિચારણામાં નહીં

DivyaBhaskar 2019-08-10

Views 2.9K

કોંગ્રેસ વર્કિંગ કિમીટી (સીડબ્લ્યૂસી)ની શનિવારે બેઠક સમાપ્ત થઇ ગઇ છે બેઠક શરૂ થતાં જ દરેક નેતાઓએ એક જ સૂરમાં ફરી એક વાર રાહુલ ગાંધી અધ્યક્ષ પદ પર રહેવાની અપીલ કરી હતી બેઠકમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે, રાહુલ ગાંધી વગર પાર્ટી કેવી રીતે ચાલશે? જોકે રાહુલે ફરી આ પદ પર રહેવાનો ઈનકાર કરી દીધો હતો કોંગ્રેસના ઘણાં નેતાઓએ સાથે મળીને પાર્ટી અધ્યક્ષ માટે ચર્ચા-વિચારણાં કરી છે પાર્ટી પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, કોંગ્રેસ કાર્યસમિતિના અધ્યક્ષની ચૂંટણી માટે 5 સમિતિ બનાવીને નેતાઓ પાસેથી સૂચનો માંગવામાં આવ્યા છે રાત્રે 830 વાગે અમે ફરી મળીશું અને 9 વાગ્યા સુધીમાં નામ ફાઈનલ થવાની આશા છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS