સુરતઃ ઉકાઈ ડેમની હાલની સપાટી હાલ 33715 ફૂટ નોંધાઈ છે ઉકાઈ ડેમમાં પાણીની આવક 2 લાખ ક્યૂસેક છે જ્યારે 192 લાખ ક્યૂસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે ગત રોજથી પાણી છોડવામાં આવતા કોઝવેનું સ્તર ભયજનકથી સાડા ત્રણ મીટર ઉપર વહેતાં તાપી નદીનાં પાણી શહેરમાં ન પ્રવેશે તે માટે સેન્ટ્રલ ઝોનના પાંચ અને કતારગામ ઝોનના બે ફ્લડગેટ બંધ કરવામાં આવતાં ગટરિયાં પૂર લોકોનાં ઘરમાં ઘૂસવા માંડ્યા હતા જ્યારે આજે ઈન્ફ્લો ગતરોજના પાંચ લાખની પાણીન આવક સામે આજે 2 લાખ ક્યૂસેક પાણીની આવક થતા થોડી રાહત થઈ છે અને સિંચાઈ વિભાગ દ્વારા પણ જાહેર કરાયું છે કે, 2 લાખ ક્યૂસેકથી વધુ પાણી છોડવામાં નહી આવે અને રૂલ લેવલ મેઇન્ટન કરવા ગણતરી કરીને પાણી છોડવામાં આવે છે