સુરતઃ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના કારણે તથા ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે તાપી નદીમાં સતત નવા નીર આવી રહ્યા છે તેના કારણે ઉકાઈ ડેમમાં પાણીની આવક થઈ રહી છે ઉકાઈ ડેમમાં પાણી રૂલ લેવલ નજીક પહોંચી રહ્યું છે ડેમની સપાટી 10 ઓગસ્ટ 11 વાગ્યા સુધીમાં 33449 ફૂટ નજીક પહોંચી છે ડેમમાં પાણીની આવક 5 લાખ 44 હજાર 549ની છે જેની સામે ડેમમાંથી 1 લાખ 86 હજાર 887 ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે સુરતમાં કોઝ વેની સપાટી 942મીટર પર પહોંચી છે