રાજકોટ: હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે રાજકોટમાં બપોર બાદ વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્રમાં બપોર બાદ વાદળછાંયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે રાજકોટમાં સવારથી જ વાતાવરણ ગોરંભાયું છે ત્યારે બપોર બાદ ધોધમાર વરસાદી ઝાપટું વરસી જતા રસ્તાઓ પર પાણી ભરાયા હતા વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી