પાલનપુર:હાલ હિન્દુઓનો પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે શ્રાવણમાં ભારત જ નહીં પરંતુ જ્યાં જ્યાં હિન્દુઓ વસે છે ત્યાં આખો માસ શિવજીની પૂજા સાથે અન્ય તહેવારોમાં ઉજવાય છે ત્યારે માત્ર માસમાં જ ઉત્તર ગુજરાતમાં આવેલા બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં એક આશ્ચર્યચકિત કરે તેવી ઘટના બને છે અહીં સ્થિત હનુમાન ટેકરી વિસ્તારના 3 મકાનોમાં 100થી વધુ જીવિત શંખ દર શ્રાવણ માસમાં આવી ચડે છે એટલું જ નહીં પરંતુ જેવું ચોમાસું પૂરું થાય કે તરત તે અદ્રશ્ય થઈ જાય છે