ચીનના વુહાન શહેરમાં કોરોના વાઈરસના સંક્રમણને લઈ સ્થાનિક પ્રશાસને ખૂબ જ આકરું વલણ અપનાવ્યું છે પોલીસ અત્યાર સુધીમાં લોકોના રહેઠાણોમાં ઘૂસીને તપાસ કરી રહી છે, જેથી કોરોના વાઈરસના ચેપગ્રસ્ત લોકોની ઓળખ કરી શકાય સરકાર તરફતી પોલીસને આદેશ આપવામાં આવ્યો છે કે તે કોરોના વાઈરસથી સંક્રમિત લોકોને એકજૂટ કરે અને અન્ય લોકોથી અલગ થલગ (Quarantine Zone) રાખવામાં આવે અલબત છેલ્લા ચાર દિવસથી વ્યાપક પ્રમાણમાં કાર્યવાહી કરવામાં આવી રહી હોવા છતાં સંક્રમિતોની સંખ્યા બમણી થઈ રહી છે માનવાધિકાર કાર્યકર્તાઓનું કહેવું છે કે સરકાર આ પ્રકારની કાર્યવાહી કરી રહી હોવા છતાં સંક્રમણના ફેલાવાને અટકાવી શકી નથી