નવી દિલ્હીઃદેશના ઉત્તર અને પહાડી રાજ્યોમાં છેલ્લા ત્રણ દિવસોથી ભારે વરસાદ વરસી રહ્યો છે હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદના કારણે નદી-નાળા ઊભરાયા છે રવિવારે મંડી જિલ્લામાં અંદાજે 4 મહિના પહેલા બનાવેયાલા રસ્તાઓ અને બ્રિજ ધરાશાઈ થયા છે સાથે જ શિમલામાં ભૂસ્ખલનમાં પાંચ લોકો દટાયા હતા, જેમનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, રવિવારે હિમાચલ પ્રદેશના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે