રાજકોટ:ગત મધરાત્રે યુનિવર્સિટી રોડ પર આવેલા પેટ્રોલ પંપ પાસે હવામાં ફાયરિંગની ઘટના બની હતી કાર ચાલક કમલેશ રામાણી ફાયરિંગ કરીને ફરાર થઈ ગયો હોવાનું એક વ્યક્તિ રટણ કરી રહ્યો હતો જેથી સમગ્ર મામલે પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે મળતી માહિતી અનુસાર નશો કરેલા યુવકને કારચાલક સાથે બોલાચાલી થઈ હતી જેથી પોલીસે નશો કરેલા યુવકની પૂછપરછ હાથ ધરી હતી ફાયરિંગ કરી નાશી છૂટેલ કારચાલક કુખ્યાત કમલેશ રામાણી હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે કુખ્યાત ભુમાફિયા કમેલશ રામાણી વિરૂદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે કમલેશ રામાણી વિરુદ્ધ એટ્રોસિટી અને ફાયરિંગનો ગુનો નોંધાયો છે જો કે કમલેશ રામાણી પર આ પહેલા પણ અનેક ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે તેમ છતાં તેની પાસેથી હથિયાર કેવી રીતે આવ્યું તે મામલે પણ પોલીસ તપાસ કરી રહી છે