ઘાયલ દીપડાની એકદમ નજીક પહોંચીને ફોટો પાડવા લાગ્યા, વળતો હુમલો કરીને એકને દબોચ્યો

DivyaBhaskar 2019-08-20

Views 7.1K

જ્યાં ત્યાં સ્થળ અને સમયનું ભાન રાખ્યા વગર જ ફોટોગ્રાફી કરવાનું વળગણ કોઈ વાર મોતને સામે ચાલીને પણ નોતરતું જ હોય છે પબંગાળના અલીપુર્દૂર જિલ્લામાં આવી જ એક ઘટના સામે આવી હતી રોડના કિનારે ગંભીર હાલતમાં ઘાયલ થઈને પડેલા એક દીપડાના ફોટો પાડવાની લ્હાયમાં એક શખ્સ મોતની ખૂબ જ નજીક પહોંચી ગયો હતો તેના આવા જોખમી પગલાનો વીડિયો પણ સામે આવતાં સોશિયલ મીડિયામાં વાઈરલ થવા લાગ્યો હતો સદનસીબે દીપડો ઘાયલ અવસ્થામાં હોવાથી તે આ શખ્સને વધુ ઈજાઓ નહોતો કરી શક્યો
વીડિયોમાં જોઈ શકાય છે કે રોડના કિનારે કોઈ કારણોસર ઘાયલ થઈને પડેલા દીપડાને જોઈને કેટલાક લોકો તેના ફોટોઝ અને વીડિયો રેકોર્ડ કરવા લાગ્યા હતા જંગલી પ્રાણીની આક્રમકતાથી અજાણ એવા આ લોકો મોબાઈલમાં એવા મશગૂલ થઈ ગયા હતા કે વાઘની સાવ જ નજીક સરક્યા હતા અચાનક જ દીપડાએ પણ ડરના માર્યા તેમના પર હુમલો કરીને એક વ્યક્તિને દબોચી લીધી હતી દીપડાના હુમલાના કારણે ભોંયભેગા થયેલા શખ્સની દશા જોઈને કેટલાક લોકોએ ચિચિયારીઓ પાડવાનું શરૂ કર્યું હતું સદનસીબે દીપડો સકંજો કસવામાં સફળતા મેળવે તે પહેલાં જ તે ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો મળતી વિગતો પ્રમાણે એ શખ્સની ગંભીર ઈજાઓ નહોતી થઈ ત્યાં પહોંચેલી વનવિભાગની ટીમે પણ ઘાયલ દીપડાની સારવાર કરવાની તજવીજ હાથ ધરી હતી

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS