ઈરાકના બગદાદમાં 24 કલાકની અંદર એક વાર ફરી રોકેટથી હુમલો થયો છે રિપોર્ટ્સ પ્રમાણે, આ વખતે બે મિસાઈલ હાઈ સિક્યુરિટી વાળા ગ્રીન ઝોન (આંતરરાષ્ટ્રીય ક્ષેત્ર)માં પડી છે અહીં ઘણી વિદેશી એમ્બેસી આવેલી છે સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મોટા બ્લાસ્ટ પછી આખા ગ્રીન ઝોનમાં સુરક્ષા અલાર્મ વાગવા લાગ્યા હતા કોઈ પણ સંગઠને હજી સુધી હુમલાની જવાબદારી નથી લીધી જોકે અમેરિકન અધિકારીઓએ આની પાછળ ઈરાકમાં આવેલા ઈરાન સમર્થિન શિયા વિદ્રોહી સંગઠન ‘હાશેદ’ પર શંકા વ્યક્ત કરી છે