હ્યુન્ડાઇ ગ્રાન્ડ i10 Nios આજે એટલે કે મંગળવારના રોજ ભારતીય બજારમાં લોન્ચ થઈ ગઈ છે તેની પ્રારંભિક કિંમત 5 લાખ રૂપિયા છે ગ્રાન્ડ i10 Nios 4 વેરિઅન્ટ લેવલમાં લોન્ચ કરવામાં આવી છે આ નવી કાર હ્યુન્ડાઇની i10 બ્રાન્ડની થર્ડ જનરેશન કાર છે તેનો લુક ગ્રાન્ડ i10નાં વર્તમાન મોડલથી અલગ, સ્પોર્ટી અને બોલ્ડ છે આ કાર 8 કલરમાં ઉપલબ્ધ છે માર્કેટમાં ગ્રાન્ડ i10 Nios મારુતિ સ્વિફ્ટ અને ફોર્ડ ફિગો જેવી કાર સાથે સ્પર્ધા કરશે