ઈજિપ્તમાંથી 4500 વર્ષ જૂનો આથો મળતાં બનાવી બ્રેડ

DivyaBhaskar 2019-08-21

Views 824

લોકોના શોખ પણ એવા અજીબોગરીબ હોય છે કે જેની કદાચ કલ્પના પણ ના કરી શકીએ આજે અમે તમને એક એવા જ ઉત્સાહી બેકરનો પરિચય કરાવીશું જેને એ જાણવામાં આજથી હજારો વર્ષ અગાઉના લોકોનો ખોરાક કેવો હતો અને તેનો ટેસ્ટ કેવો હતો સિમસ બ્લેકલી નામના આ બેકર અને ગેમિંગ કોન્સોલ એક્સબોક્સના ક્રિએટરે હવે હજારો વર્ષ જૂના આથામાંથી બ્રેડ બનાવી છે ઈજિપ્તના 4500 વર્ષ જૂના વાસણોમાંથી મળેલા આ આથામાંથી તેમણે બ્રેડ બનાવી હતી આ આથો જ બ્રેડને ફૂલવામાં મદદ કરે છે સિમસ હમણાં ઈજિપ્તની હજારો વર્ષ જૂની બ્રેડ બનાવવાની રીત પર કામ કરી રહ્યા છે જેના અનુસંધાને જ તેમણે આ બ્રેડ બનાવી છે તેમના જણાવ્યા મુજબ જ્યારે કોઈ પણ વસ્તુને સતત 40 મિનિટ સુધી 500 ડિગ્રીમાં શેકો છો ત્યારે તેમાંથી બધા જ હાનિકારક જીવાણુઓનો પણ નાશ થઈ જાય છે તેમણે આ બ્રેડનો ટેસ્ટ કરવા માટે તેમના ઘરે પણ કેટલાક નજીકના મિત્રોને આમંત્રણ આપ્યું હતું

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS