ન્યૂઝીલેન્ડની પાર્લમન્ટમાં સ્પીકર ટ્રેવર મેલાર્ડે કરેલા કામને લીધે દુનિયામાં ચારેકોરથી તેમની વાહ-વાહ થઈ રહી છે તેમણે સંસદ સભ્ય તમાટી કોફેના દીકરાને પોતાની ચેર પર ખોળામાં સુવડાવીને બોટલમાં દૂધ પીવડાવ્યું હતું આ સમયે પાર્લામેન્ટમાં ડિબેટ ચાલુ હતી સંસદ સભ્યના બેબીને દૂધ પીવડાવતો ફોટો સ્પીકરે તેમના ટ્વિટર અકાઉન્ટ પર શેર કર્યો હતો