મહારાષ્ટ્રમાં અત્યારે બારેય મેઘ ખાંગા છે છેલ્લા 24 કલાકમાં 150-180 MM વરસાદ પડી જતાં મહાનગરી થંભી ગઇ છે વરસાદની તુફાની બેટીંગના લીધે કોલાપુરથી મુંબઈ આવી રહેલી મહાલક્ષ્મી એક્સપ્રેસ બદલાપુર અને વાંગની વચ્ચે ફસાઇ ગઇ હતી આ સ્થળ મુંબઇથી 100 કિલોમીટરની દૂરી પર છે મુસાફરોના શ્વાસ અદ્ધર હતા કારણકે ટ્રેનની બહાર ડોકિયું કરતા ચારેતરફ પાણી સિવાય કંઇ દેખાતું ન હતું ત્યારબાદ સરકારે જે કર્યું તે સંભવત: દેશમાં પ્રથમ વખત બન્યું પાણી વચ્ચે ફસાયેલી ટ્રેનમાંથી 700 લોકોનું રેસ્ક્યુ!