વડોદરાઃસાવલી તાલુકાના મંજુસર ગ્રામ પંચાયતના મકાનમાં રમાતા શ્રાવણીયા જુગાર ઉપર એલસીબીએ મોડી રાત્રે દરોડો પાડી સાવલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ સહિત 31 જુગારીઓને ઝડપી પાડ્યા હતા આ જુગારનો અડ્ડો જિલ્લાનો એક પોલીસ જવાન તાલુકા કોંગ્રેસ પ્રમુખની ભાગીદારીમાં ચલાવતો હોવાનું ચર્ચાઇ રહ્યું છે સાવલી તાલુકાના મંજુસર ગ્રામ પંચાયતના મકાનમાં શ્રાવણીયો જુગાર રમાતો હોવાની માહિતી જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચને મળી હતી જે માહિતીના આધારે જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચે દરોડો પાડી સાવલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ વિજય ઉર્ફ ઉદેસિંહ વાઘેલા (રહે વાણીયાશેરી, મંજુસર ગામ), વિનુ દેસાઇ પરમાર (રહે મંજુસરગામ), અરવિંદ બુધા (રહે મંજુસર), ભીખા કનુ (રહે મંજુસર), મહેશ અંબાલાલ અને રવિ પૂજાભાઇ સહિત 31 જુગારીયાઓને પોલીસે ઝડપી પાડ્યા હતા પોલીસે જુગારના દાવ ઉપરથી રોકડ રકમ સહિત રૂપિયા 92,100નો મુદ્દામાલ કબજે કર્યો હતો