વડોદરાઃસાવલી MLA કેતન ઇનામદારે ધારાસભ્યપદેથી રાજીનામું આપ્યા બાદ તેમના સમર્થકો દ્વારા સરકાર અને સંગઠન પર દબાણ ઉભુ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કેતન ઇનામદારના સમર્થનમાં સાવલી અને ડેસરના 300થી વધુ હોદ્દેદારોએ રાજીનામા આપ્યા છે સાવલી નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખ સહિત ભાજપના 23 સભ્યોએ આજે રાજીનામા આપ્યા છે અને સાવલી તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખ સહિત 17 સભ્યોએ રાજીનામા આપ્યા છે આ ઉપરાંત વડોદરા જિલ્લા પંચાયતના 4 સભ્યોએ પણ રાજીનામા આપ્યા છે