અમેરિકન રિટેલ કંપની કોસ્તકોએ ચીનમાં તેનો પહેલો સ્ટોર મંગળવારે ખોલ્યો હતો અમુક વસ્તુઓ પર 60 ટકા સુધી ડિસ્કાઉન્ટ મળવાના કારણે સ્ટોર ખુલવાના કેટલાય કલાકો પહેલા ગ્રાહકોની લાંબી લાઇન લાગી ગઇ લોકો એટલી ઉતાવળમાં હતા કે શટર પુરુ ખુલે તે પહેલા જ જમીન પર લેટીને અંદર ઘુસવા લાગ્યાં હતાં સ્ટોરની અંદર અને બહાર ધક્કામુક્કી શરુ થઇ ગઇ હતી બપોર સુધીમાં સ્ટોર બંધ કરવો પડ્યો હતો પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસ બોલાવવી પડી હતી