રાજકોટ: હવામાન ખાતાએ વરસાદની આગાહી કરી છે આગાહી મુજબ ગોંડલ અને કોટડા તેમજ જસદણ પંથકમાં કરા સાથે વરસાદ પડ્યો છે વરસાદની આગાહી હોવા છતાં બેડી યાર્ડમાં રૂ 1 કરોડનો માલ ખુલ્લામાં પડ્યો છે આમ છતાં સત્તાધીશોએ કોઇ ગંભીરતા લીધી નથી ઊલટાનું ખેડૂતોને અને વેપારીઓને પોતાનો માલ સલામત સ્થળે ખસેડવા તેમજ ઉતારવા માટે કહીને પોતાની જવાબદારીમાંથી હાથ ઊંચા કરી લીધા છે હાલ યાર્ડમાં રૂ 70 લાખની કિંમતની મગફળી, 25 લાખના ઘઉં અને રૂ10 લાખની કિંમતના એરંડા બહાર પડ્યા છે