ગુડગાંવના એક ટોલ પ્લાઝા પર એક મહિલા કર્મચારી સાથે એક વ્યક્તિએ મારઝૂડ કરતા મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો માહિતી મુજબ ટોલ પ્લાઝા પર ટોલ ટેક્સ આપ્યા વિના જતા એક કાર ચાલકને રોકતા કારચાલકે મહિલા કર્મચારીને થપ્પડ મારી હતી જેને લઈને ગુસ્સે ભરાયેલી મહિલા કર્મચારીએ શખ્સને વાળ પકડીને મારતા મામલો બિચક્યો હતો ઘટના ગુડગાંવના ખેડકી ઘૌલા ટોલ પ્લાઝા પર બની હતી જોકે પોલીસે શખ્સની ઘરપકડ થોડી જ વારમાં કરી લીધી હતી