પશ્ચિમ બંગાળના રાણાઘાટ રેલવે સ્ટેશન પાસે ગીત ગાઈને પેટીયું રડનારી રાનૂ મંડલ હાલ સફળતાના શિખરે છે, હાલમાં જ હિમેશ રેસમિયાએ તેની અપકમિંગ ફિલ્મમાં તેની પાસે ગીત ગવડાવ્યું ત્યાર બાદ સલમાન ખાને તેને 55 લાખના ઘરની મદદ કરી જે બાદ હિમેશે વધુ એક વીડિયો પોસ્ટ કરીને જાણકારી આપી કે રાનૂ તેની ફિલ્મમાં વધુ એક સોંગ ગાઈ રહી છે અને તેની ઝલક તેને બતાવી છે વીડિયોમાં રાનૂ હિમેશ સાથે રેકોર્ડિંગ કરી રહી છે જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે