અમેરિકાના ટેક્સાસમાં મિડલેન્ડ અને ઓડેસા શહેરની વચ્ચે શનિવારે થયેલા ગોળીબારમાં 5 લોકોના મોત થયા હતા જયારે 21 લોકો ઈજાગ્રસ્ત થયા છે મિડલેન્ડના સિનર્જી ફિલ્મ થિયેટરની પાસે પોલિસે હુમલાખોરોનો પીછો કરતા તેમને મોતને ઘાટ ઉતાર્યા હતા હાલ તેમની ઓળખ થઈ શકી નથી ઓડેસા શહેરના અધિકારીઓએ આ માહિતી આપી છે
પોલિસના જણાવ્યા પ્રમાણે હુમલાખોરો બાઈક પર આવ્યા અને અમેરિકાના પોસ્ટ વિભાગની ગાડીને હાઈજેક કરી દીધી હતી બાદમાં તેમણે આસપાસના લોકો પર ગોળીઓ ચલાવી હતી તેમાં બે અધિકારીઓને પણ ઈજા પહોંચી હતી ઓડેસા સિટી પોલિસ પ્રમુખ માઈકલ ગેરકેએ મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે ટેક્સાસના અધિકારીએ જયારે હુમલાખોરોને રોકવાની કોશિશ કરી તો તેમણે અધિકારીને પણ ગોળી મારી દીધી હતી