દિલ્હીના સીલમપુર વિસ્તારમાં ગત રાત્રે ચાર માળની એક ઇમારત અચાનક ધડાકાભેર તૂટી પડી હતી ઘટના સમયે લોકો તેમાં ઊંઘી રહ્યા હતાં રેસ્ક્યુ ટીમ દ્વારા બે મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે જ્યારે 6 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે બીજી તરફ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં પણ નિર્માણાધીન ઇમારતની દીવાલ તૂટી પડતા બે લોકો મોત થયા છે