ચાણસ્માઃછેલ્લા 19 વર્ષથી ખેતીકામમાં પરિવારના સભ્યની જેમ મદદરૂપ થતા બળદનું મૃત્યુ થતાં ખેડૂતે સમાધિ આપી ઋણમુક્ત થવા બળદનું બેસણું સહિતની ધાર્મિક વિધિ કરાવી હતી તો બળદના મોક્ષ માટે ભૂલકાંઓને ભોજન કરાવ્યું અને રામધૂન પણ યોજી હતી વાત ચાણસ્મા તાલુકાના દાણોદરડા ગામના ખેડૂત કનુભાઈ હીરાભાઈ રાવલની છે તેઓ ખેતીના વ્યવસાય માટે 19 વર્ષ પહેલાં એક બળદ ખરીદ્યો હતો જે 10 વર્ષ સુધી ખૂબ જ સહયોગી બન્યો હતો અશક્ત બનતાં કનુભાઈ તેની છેલ્લા નવ વર્ષથી સેવા કરતા હતા ગત 28 ઓગસ્ટે બીમારીના કારણે આ બળદનું નિધન થતાં પરિવારજનોએ સ્વજન ગુમાવ્યું હોય તેટલું દુઃખ અનુભવ્યું હતું