સુરતઃવરાછા વિસ્તારમાં આવેલી નવી શક્તિ વિજય સોસાયટીમાં આવેલી એલઆઈસીનું કામ કરતી ઓફિસમાંથી તસ્કરે બે મોબાઈલની ચોરી કરી હતી એક સરખી મોડસ ઓપરેન્ડીથી તસ્કરે દોઢ વર્ષમાં બીજીવાર ચોરી કરી હતી ચોરીના સમગ્ર દ્રશ્યો સીસીટીવીમાં કેદ થતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે એલઆઈસીનું કામ કરતાં હિંમત ભીખા ધોળીયાની ઓફિસમાં ત્રાટકેલા તસ્કરોએ બે મોબાઈલ ફોનની ચોરી કરી હતીહિંમતભાઈએ જણાવ્યું હતું કે, દોઢેક વર્ષ અગાઉ આ જ રીતે ઓફિસમાંથી ચોરી થયેલી ત્યારે મોબાઈલ અને રોડકા રૂપિયા ચોરાયા હતાં આ વખતે ઓફિસ યુઝ માટે રાખેલા બે મોબાઈલની ચોરી થઈ છે પોલીસે સાત હજાર રૂપિયાના મુદ્દામાલની ચોરીની ફરિયાદ લઈને વધુ તપાસ હાથ ધરી છે