વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના બે દિવસના પ્રવાસે વ્લાદિવોસ્તોક પહોંચ્યા છે બુધવારે વડાપ્રધાન મોદીએ પુતિન સાથે મુલાકાત કરી હતી અને આજે પણ તેઓ અહીં વિવિધ કાર્યક્રમમાં ભાગ લેશે પીએમ મોદીએ ગુરુવાર સવારે જાપાનના વડાપ્રધાન શિંજો આબે સાથે અને મલેશિયાના વડાપ્રધાન મહાતિર મોહમ્મદ સાથે મુલાકાત કરી હતી આજે પીએમ ઈર્સ્ટન ઈકોનોમિક ફોરમને પણ સંબોધશે આ સિવાય તેઓ બિઝનેસ પવેલિયનની પણ મુલાકાત કરવાના છે