રક્ષામંત્રી રાજનાથ સિંહેભારતમાં સદીઓથી પ્રચલિત 5 સિદ્ધાંતોનો પણ ઉલ્લેખ કર્યો હતો તેમણે કહ્યું કે, જો આપણે સમ્માન, સંવાદ, શાંતિ સહયોગ અને સમુદ્ધિના વિચારો પર કામ કરીશું, તો આપણને સફળ થવાથી કોઈ નહીં રોકી શકે હિન્દ-પ્રશાંતમાં જે દેશ એકબીજાના સંપ માટે કામ કરી રહ્યા છે, તેમને દરેક દેશમાં જવાની તક આપવી જોઈએ સાથે જ દરિયાઈ અને હવાના માર્ગે પહોંચવામાં સમાન અધિકાર આપવો જોઈએ ભારત ઈન્ડો-પેસેફિક વિસ્તારમાં એક ખુલ્લા અને સમાવેશી માળખાકીય વિકાસની વકીલાત કરે છે