વડોદરાઃ વડોદરા શહેરની કંપનીના માલિક પાસેથી 30 હજારની લાંચ લેવાના કેસમાં સંડોવાયેલા ગોત્રી પોલીસ સ્ટેશનના નિવૃત પીઆઇ ડીકે રાવની પોલીસે ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે વડોદરા શહેર એસીબી પોલીસ સ્ટેશનના પીઆઇ એસપીકહારે શહેરના ગોત્રી પોલીસ સ્ટેશનના પીઆઇ દિલીપસિંહ કિશોરસિંહ રાવ અને કોન્સ્ટેબલ નિતીન ઘનશ્યામભાઇ પ્રજાપતિ સામે ફરિયાદ નોંધાવી હતી એક કંપનીના એકાઉન્ટ મેનેજરે કંપનીનો માલ સગેવગે કરી નાણાંની ઉચાપતની અરજી ગોત્રી પોલીસ સ્ટેશનમાં થઇ હતી