જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવવામાં આવ્યા બાદ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને એક વાર ફરી ભારત સાથે યુદ્ધની વાત કરી છે જોકે આ વખતે ઈમરાને ભારત સાથેના પારંપારિક યુદ્ધમાં પાકિસ્તાનને હારી મળી શકે છે તે વાતનો સ્વીકાર કર્યો છે ઈમરાને બંને દેશો વચ્ચે પરમાણુ યુદ્ધ થવાની શકયતા હોવાની વાતનો ઈશારો કર્યો હતો
તેમણે કહ્યું કે જો કોઈ દેશ પારંપારિક યુદ્ધમાં હારવા લાગે છે તો તેની પાસે બે વિકલ્પ હોય છે, એક તો તે સરન્ડર કરે અથવા તો પછી અંત સુધી આઝાદીની લડાઈ પાકિસ્તાની છેલ્લે સુધી લડાઈ લડે છે, આ કારણે જયારે પરમાણુ શક્તિથી સંપન્ન દેશ લડશે તો તેના પોતાના પરિણામો હશે