ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના વિદેશી પ્રવાસમાં પરિવારને સાથે રાખે છે ટ્રમ્પના ભારત પ્રવાસમાં પણ ફર્સ્ટ લેડી મેલાનિયા અને દીકરી-જમાઈ સાથે આવ્યા છે ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ સાથે ઈવાંકા ટ્રમ્પ અને જેરેડ કુશનર સામેલ થયા હતા આ નિર્ણય ટ્રમ્પના પ્રવાસના બે દિવસ પહેલા જ લેવાયો હતો ઈવાંકા અને જેરેડ તાજમહેલ કે ફેમિલિ ફોટો પડાવવા ભારત નથી આવ્યા પરંતુ તેઓ ટ્રમ્પની રાજનૈતિક સલાહકારની હેસિયતથી ભારતના પ્રવાસે આવ્યા છે ઈવાંકા અને જેરેડ અમેરિકા-ભારત વચ્ચે થનારી સમજૂતીઓ પર ઊંડી અસર પાડી શકે છે જેરેડ ટ્રમ્પના વરિષ્ઠ સલાહકાર છે જ્યારે ઈવાંકા શિક્ષણ અને મહિલાઓના આર્થિક સશક્તિકરણ પર ધ્યાન આપે છે ઈવાંકા અમેરિકાની ઈકૉનોમિક ગ્રોથ વધારવા પર પણ ધ્યાન આપી રહી છે તે સ્કિલ ટ્રેઇનિંગ અને એન્ટરપ્રિન્યોરને વધારી રોજગાર વૃદ્ધિ જેવા મહત્વના મુદ્દાઓ જુએ છે એવામાં તેમની આ મુલાકાત ભારત-અમેરિકા વચ્ચેના સંબંધો પર અસર કરી શકે છે