જલંધરમાં પંજાબ પોલીસના હવાલદાર અને હોમગાર્ડ ભાડાના ઘરમાં બેસીને હેરોઈનનો નશો કરતા કેમેરામાં કેદ થયા હતા ખાખીને લજવતા આશખ્સોએ વરદી સાથે જે કારનામું કર્યું હતું તેના કારણે અનેક લોકોએ પણ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો પોલીસે પણ તરત જ વાઈરલ થઈ રહેલાઆ વીડિયોના આધારે તેમની ઓળખ કરવાની કવાયત પણ હાથ ધરી હતી પોલીસે પણ આ બંનેને ટ્રેસ કરીને તેમની એનડીપીએસ એક્ટની કલમ-27 મુજબ ધરપકડ પણ કરી હતી હવાલદાર અમરજ્યોતને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો તો હોમગાર્ડ નિર્મલ સામે પણ ખાતાકીયકાર્યવાહી કરવાની કવાયત હાથ ધરાઈ હતી પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે આ બંને જણા હેરોઈનનો નશો કરતા કેમેરા કેદ થયા તેવીડિયો પણ અંદાજે એક વર્ષ પહેલાંનો છે જે હવે વાઈરલ થવા લાગ્યો હતો પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે હવાલદાર આ અગાઉ પણ
નશો કરવાના ગુનામાં પકડાઈ ચૂક્યો હતો