અમદાવાદ:આજથી ફરજિયાત હેલ્મેટ, સીટ બેલ્ટ, RC બુક, PUC સહિતના ડોક્યુમેન્ટ વાહનચાલકે રાખવા ફરજિયાત છે જો આ નિયમનો ભંગ કરે તો આજથી નવા લાગૂ થયેલો દંડ વાહનચાલકાએ ભરવો પડશે ટ્રાફિક પોલીસ આજથી જ આ તમામ ટ્રાફિકના નવા નિયમોનું પાલન કરાવવાનું શરૂ કરી દીધું છે પરંતુ રાજ્ય સરકારની પરિવહન સેવા એવી એસટી બસમાં જ સીટ બેલ્ટ ન હોવાનું સામે આવ્યું છે કેટલીક એસટી બસોમાં સીટ બેલ્ટ જ નથી જેથી બસના ડ્રાઈવરો સીટ બેલ્ટ બાંધતા નથી દિવ્યભાસ્કર દ્વારા આવી કેટલીક એસટી બસોમાં તપાસ કરતા બસમાં સીટ બેલ્ટ ન હોવાનું અને જે બસમાં સીટ બેલ્ટ હોય તો ડ્રાઈવરો બાંધતા નથી