સુરતઃઅઠવા ગેટ વિસ્તારમાં આવેલી ફેમિલી કોર્ટ સામે જ પ્રેમીને પ્રેમિકાના પિતાએ માર માર્યો હતો રસ્તા પર જ પ્રેમીને માર મારવામાં આવતાં તમાશો સર્જાયો હતો જેથી પોલીસે મધ્યસ્થી કરીને મામલો થાળે પાડ્યો હતોપ્રેમી અને પ્રેમિકા ફરવા ગયા હોવાની જાણ પ્રેમિકાના પિતાને થઈ ગઈ હતી જેથી બાઈક લઈને યુવતીના પિતા તેની પાછળ ગયા હતાં ફેમિલી કોર્ટની બહાર પ્રેમીને ઝડપી લઈને પ્રેમિકાના પિતાએ જાહેરમાં ઢીકા પાટુના માર માર્યા હતાં આ સમગ્ર ઘટનામાં યુવકના કોઈ મિત્ર અને પોલીસે મધ્યસ્થી કરી હતી બાદમાં યુવકને તેનો મિત્ર લઈને જતો રહ્યો હતો