ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે બુધવારે ન્યૂયોર્કમાં કહ્યું કે, પાકિસ્તાન એક પડકારરૂપ પડોશી છે દુનિયામાં એવો કોઈ દેશ નથી જે આતંકવાદને જાણી જોઈને ભારત વિરોધી ઉશ્કેરી રહ્યો હોય તેમણે એવું પણ કહ્યું કે, કાશ્મીરમાં વધારે મુશ્કેલી અનુચ્છેદ 370 હટાવાયા પહેલા હતી
જયશંકરે ભારતમાં અમેરિકાના પૂર્વ રાજદૂત ફ્રેંક જી વિસનર સાથેની વાતચીતમાં કહ્યું કે, ભારત પાસે એક એવો પડોશી છે, જેની સાથે તમારા વેપાર સંબંધ નથી તે દેશ(પાકિસ્તાન) કોઈ પણ પ્રકારની ક્નેક્ટિવીટીને મંજૂરી આપતું નથી તે ક્ષેત્રિય વિકાસની ગતિને અવરોધે છે દુનિયાના ઘણા વિસ્તારોમાં આતંકવાદ છે, પરંતુ એવો કોઈ દેશ નથી જે પોતાના પડોશી વિરુદ્ધ સમજી વિચારીને આતંકવાદને ઉશ્કેરતો હોય