સાઈક્લોનિક સિસ્ટમ સક્રિય થતાં આગામી 72 કલાક રાજ્યમાં ભારે વરસાદ વરસી શકે છે નવરાત્રીના શરૂઆતના દિવસોમાં પણ વરસાદી માહોલ રહેવાની આગાહીથી ગરબા આયોજકો અને ખેલૈયાઓ મૂંઝાયા છે જો કે, ત્રણ ઓક્ટોબર પછી વરસાદની સંભાવના લગભગ નહીવત છેરાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં છૂટોછવાયો હળવોથી ભારે વરસાદ વરસ્યો છે બપોર પછી રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અડધા ઈંચ જેટલો વરસાદ પડ્યો છે જો કે ગોંડલ અને કોટડા સાંગાણી પંથકમાં દોઢથી બે ઈંચ વરસાદ થયો છે જ્યારે જેતપુરમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે આ તરફ જામનગરના કાલાવડના ગામોમાં પણ વરસાદ વરસ્યો છેકોડીનાર અને સૂત્રાપાડાના ગામોમાં 2થી 3 ઈંચ વરસાદ વરસ્યો છે સાંજના સમયે તાલાળા સહિત જૂનાગઢના કેશોદ અને અમરેલીના ધારી પંથકમાં પણ વરસાદ જામ્યો હતો તો પોરબંદરના બરડાના ગામોમાં બે ઈંચ જેટલો વરસાદ થયો છે આ તરફ કચ્છમાં ભચાઉ સહિત અનેક વિસ્તારમાં વરસાદ પડ્યો છે