આંકલાવ / આણંદ: આંકલાવ પંથકમાં નવરાત્રિમાં મા જગદંબાના દર્શન માટે ખડોલ(હ) અને આજુબાજુના શ્રધ્ધાળુઓ લકઝરી બસ લઇને અંબાજી દર્શન કરવા માટે ગયા હતામાતાજીના દર્શન કરીને પરત ફરી રહ્યાં હતાત્યારે દાંતા ત્રિશુલીયાઘાટ પાસે લકઝરી બસના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા બસ પહાડ સાથે ટકરાઇને પલટી ખાઇ હતી જેમાં 21 મુસાફરોના ઘટના સ્થળે મોત નિપજયા હતા જયારે 14 ઘાયલોને પાલનપુર અને દાતાની સારવાર માટે દાખલ કર્યા છે 6 લોકોના મૃતદેહ થોડીવારમાં તેમના વતન ખડોલ ગામે લવાશે ઘટનાથી આખું ગામ શોક મગ્ન વાતાવરણમાં ફેરવાયું છે ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે