સુરતઃ સિટીલાઈટ વિસ્તારમાં આવેલા સિટીલાઈટ કોમ્પલેક્સનો એક ભાગ ધરાશાયી થઈ ગયો હતો કોમ્પલેક્સનો દાદરનો ભાગ ધરાશાયી થતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી જેથી ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે અને કાટમાળમાં ફસાયેલા વાહનોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી જોકે, ગાંધી જયંતીની રજાને લઈને મોટી દુર્ઘટના ટળી હતી