અમદાવાદ: શહેરના ખોખરા વિસ્તારમાં એક વિચિત્ર ઘટના બની છે ખોખરામાં આવેલા પરિસ્કર-2ના ફેઝ-2માં ઇ બ્લોકના 13માં માળેથી ઝંપલાવી મમતાબહેન કાઠી (ઉવ ૩૦ વર્ષ,હાલ રહે સુરત)એ આત્મહત્યા કરી લીધી છે આ દરમિયાન નીચે જઇ રહેલા 69 વર્ષીય બાબુભાઇ દિવાકર ગામીત પર આ મહિલા પટકાઈ હતી જેથી આ વૃદ્ધનું પણ મોત નીપજ્યું છે આત્મહત્યા કરનારી મહિલા 2 ઓક્ટોબરના રોજ અમદાવાદ તેમના ભાઇના ઘરે માનસિક બીમારીની સારવાર માટે આવી હતી ઘટનાને પગલે લોકોના ટોળા ઘટનાસ્થળે ભેગા થઈ ગયા છે અમરાઈવાડી પોલીસને જાણ થતાં પોલીસ હાલ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે