ઓલપાડઃશિક્ષકો બાળકોને શિક્ષણ કાર્ય કરાવવા જુદી જુદી યુક્તિ અજમાવતા હોય ત્યારે હાલ ગુજરાતની ઓળખ સમાન નવરાત્રિનો તહેવાર હોય ઓલપાડ તાલુકાના ગામની પ્રાથમિક શાળાના આચાર્યએ વિદ્યાર્થીઓને ગણિત વિષયમાં પારંગત કરવા ઘડિયા ગરબો બનાવી બાળકોને સ્વ રચિત ઘડિયા ગરબે ઘુમાડી ગણિત વિષયનું શિક્ષણ કાર્ય સહેલું બનાવી સરળ રીતે ઘડિયા મોઢે કરાવી દાખલા ગણતા કર્યા છે સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ અર્થે આવતા બાળકોને તમામ વિષયનું સરળ અને સારું શિક્ષણ મળી રહે તે બાબતની કાળજી લઈને ડીઝીટલ ક્લાસરૂમ વડે એનીમેશન વીડિયો થકી શિક્ષણ કાર્ય કરાવવાની શરૂઆત કરવામાં આવી છે પોતાની ફરજને વફાદાર શિક્ષકો કે જે કંઈ નવી અને અલગ પ્રવૃત્તિ થકી બાળકોને શિક્ષણ કાર્ય કરાવવા અભ્યાસ ક્રમમાં આવતા પાઠ, કવિતાના ગીત અથવા તો કોઈક નાટ્ય રૂપાંતરિત કરીને બાળકોને શિક્ષણ કાર્ય કરાવતા હોવાનું જોવા મળ્યું છે