વીડિયો ડેસ્કઃ ગાઝિયાબાદના હિંડન એરબેઝ પર આજે 87મા ભારતીય વાયુસેના દિવસની ઉજવણી કરવામાં આવી છે જેમાં વાયુસેનાના એર ચીફ માર્શલ રાકેશ કુમાર ભદોરિયાએ જવાનોને મેડલ આપી અભિભાષણ કર્યું હતું વડાપ્રધાન મોદીએ પણ વીડિયો ટ્વીટ કરી ભારતીય વાયુ સેનાની શુભેચ્છા પાઠવી આ સાથે જવાનો અને તેમના પરિવાર પ્રત્યે આભાર વ્યક્ત કરતાંમોદીએ ટ્વીટમાં લખ્યું કે, ‘વાયુસેના દિવસે એક પ્રાઉડ, રાષ્ટ્ર વાયુ યોદ્ધાઓ અને તેમના પરિવાર તરફથી આભાર વ્યકત કરું છું ભારતીય વાયુસેના નિરંતર સમર્પણ અને ઉત્કૃષ્ટતાની સાથે ભારતની સેવા કરી રહી છે’