વડોદરાઃ વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાંથી એસઓજી પોલીસે બોગસ પાસપોર્ટ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે અને ભારતના 17 પાસપોર્ટ અને સ્પેનના 5 બોગસ પાસપોર્ટ સાથે 8 આરોપીની ધરપકડ કરી છે વડોદરા એસઓજી પોલીસને બાતમી મળી હતી કે, સયાજીગંજ વિસ્તારમાં આવેલી રાજશ્રી ટોકીઝ સામેના ગેલોર્ડ ટી પોઇન્ટ પાસે 8 ઇસમો ભેગા થઇને શંકાસ્પદ હિલચાલ કરી રહ્યા છે, જેના આધારે વોચ ગોઠવીને પોલીસે તમામ આઠેય ઇસમોને પકડી પાડ્યા હતા અને તેમની પાસેથી એક કાળા કલરની બેગ મળી આવી હતી બેગ ખોલીને ચેક કરતા 17 ભારતીય પાસપોર્ટ, સ્પેનના 5 બોગસ પાસપોર્ટ મળી આવ્યા હતા સ્પેનના પાસપોર્ટ ડુપ્લિકેટ હોવાનું ખુલ્યું હતું અને સ્પેનના બોગલ પાસપોર્ટ બેંગ્લોરથી લાવવામાં આવ્યા હતા અને ભારતીય પાસપોર્ટ આરોપીઓ અને તેમના પરિવારજનોના હતા પોલીસે આ મામલે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે