વડોદરા: વડોદરા શહેરમાં ધોરણ-7માં અભ્યાસ કરતા સ્ટુડન્ટે ઇન્ટરનેટનો ઉપયોગ કરીને એમ્બ્યુલન્સ ડ્રોન અને એગ્રીકલ્ચર ડ્રોન જેવા ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો તૈયાર કર્યાં છે સ્ટુડન્ટ પ્રેમ બારાટે જણાવ્યું હતું કે, મારો આગામી પ્રોજેક્ટ દારૂના નશામાં ડ્રાઇવિંગ કરનાર ચાલકની ગાડી 10 કિમી સ્પીડથી વધુ ન ચાલે તેવી સિસ્ટમ તૈયાર કરવાનો છે જે દારૂ પીને ગાડી ચલાવતા વધી રહેલા અકસ્માતો ઉપર અંકુશ લાવવાનું કામ કરશે